તા. ૨૯/૦૧/૨૦૨૫, મંગળવારના દિવસે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજેન્સી (GEDA), ગાંધીનગર, ગુજરાત સરકારના સહયોગથી એનર્જી કન્ઝર્વેશન પર સેમિનાર યોજવામાં આવ્યો. આ સેમિનારમાં શ્રીમાન જીતેન્દ્ર વ્યાસ (મુંબઈ), વિષય નિષ્ણાત તરીકે હાજર રહ્યા. તેમને ઉદ્યોગોમાં ઉર્જા બચાવ માટેના જરૂરી પગલાંઓ તથા સાધનોની પ્રેક્ટિકલ નિદર્શન પણ કર્યું. જેમાં સઁસ્થાના તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશ તથા વિશ્વમાં ઉર્જા ઉત્પાદન તથા ઉપયોગની શું સ્થિતિ છે, તેની તમામ ટેક્નિકલ જાણકારી મેળવી. પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય. જેમાં છેલ્લા ૧૫ વર્ષમાં દેશમાં થયેલા વિવિધ કર્યો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા. આ સેમિનારમાં વર્તમાન તથા ભવિષ્યમાં ઉર્જા ક્ષેત્રે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તે પણ વિગતવાર જણાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇલેક્ટ્રિકલ શાખાના વડા શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના તમામ સ્ટાફ મેમ્બરોએ યથાયોગ્ય સહયોગ આપ્યો.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ પાસેથી સેમિનાર અંગે ફીડબેક લેવામાં આવ્યું. આ પ્રકારના ટેક્નિકલ સેમિનાર માટે સંસ્થાના આચાર્ય શ્રી અતુલ મકવાણાએ શ્રી જીતેન્દ્ર વ્યાસ તથા GEDA નો આભાર માની કૃતજ્ઞતા વ્યકત કરી. કેમ્પસ ડાયરેક્ટર શ્રી ધવલભાઈ પટેલ દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો. જોટાણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી એમ. એમ. પંડયા સાહેબ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યોએ આ પ્રકારના આયોજન માટે સંસ્થાના તમામ સ્ટાફને અભનંદન પાઠવ્યા.