🎯 Many many congratulations to winners 🎯
⭐ Technovation — Project Competition ⭐
તા. ૧૫/૦૯/૨૦૨૫, સોમવારે સેફ્રોની એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદ હાઈવે ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની પ્રોજેક્ટ કોમ્પિટીશનમાં ૨૦થી વધુ સંસ્થાના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મિકેનિકલ ત્રીજા સત્રમાં અભ્યાસ કરતા નીચેના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
(1) ચૌહાણ દિલીપસિંહ સી.
(2) ચૌહાણ રોહિતસિંહ બી.
(3) વાઘેલા પ્રદ્યુમનસિંહ આર.
(4) ઠાકોર નૈતિક બી.
વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ ઝળહળતી સફળતા બદલ શ્રી જોટાણા કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સંસ્થાના આચાર્ય અને સ્ટાફ મેમ્બર્સ તેમની આ સિદ્ધિને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર તથા યોગ્ય માર્ગદર્શન આપનાર સ્ટાફ મિત્રોને પણ ખુબ ખુબ ધન્યવાદ.
વિદ્યાર્થીઓ આ રીતે પોતાની કારકિર્દી બનાવતા રહે, તેવી શુભેચ્છાઓ.
Winners – Project Competition
16
Sep