General News

Certificate Distribution – Computer Course

Certificate Distribution :- 

આજ રોજ તા. ૮/૦૫/૨૦૨૫, ગુરવારના દિવસે સંસ્થા ખાતેધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટે ચાલતા કોમ્પ્યુટર કોર્સની પ્રથમ બેચનો અભ્યાસ પૂર્ણ થયો. જે નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. તેમનો ઉત્સાહ વધારવા માટે ટ્રસ્ટી શ્રી રસિકભાઈ પટેલ તથા ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. વેકેશન બેચમાં હાજર રહેલ વિદ્યાર્થીઓને ધવલભાઈ પટેલ કારકિર્દી અંગે સારું માર્ગદર્શન આપ્યું તેમજ ભવિષ્યમાં એન્જીનીયરીંગ તથા ટેક્નોલોજીનું જ્ઞાન ધરાવતાં વ્યક્તિઓને સારી તકો મળશે, તેમ જણાવ્યું. હાજર રહેલા વિદ્યાર્થીઓને અલ્પાહાર બાદ વિદાયમાન આપવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર કોર્સમાં અભ્યાસ કરાવનાર દરેક સ્ટાફ મેમ્બરને સંસ્થા તરફથી એપ્રિસિએશન લેટર પણ આપવાના આવ્યો. સંસ્થાની આધુનિક કોમ્પ્યુટર લેબમાં જ આ કાર્યક્રમ આયોજિત થયો હતો.